Utilisateur:BernardM/મોરલીયો

મ્યાઉં...

કે મોરલીયો 
હાં મોરલીયો માડીના મંદીરીયે આવી બેઠો રે.... 
કે મોરલીયો મીઠું મીઠું ગાય છે.
મોરલીયો તા તા થૈ થૈ મા ની ગરબી લેતો રે.
હે મોરલીયો મીઠું મીઠું ગાય છે.
મોરલીયો...

હે ટહુકા કરતો મોરલીયો તો રાજપરામાં આયો રે.
હા રાજપરાની ખોડલ(?)માને ગરબે ઘુમવા લાયો રે.
કે મોરલીયો માવલડીના મુગટ માથે બેઠો ર.
હે મોરલીયો મીઠું મીઠું ગાય છે.....

હો હો હો.....
હે ટહુકા કરતો મોરલીયો તો પાવાગઢમાં આયો રે.
હા પાવાગઢની મા કાળીને ગરબે ઘુમવા લાયો રે.
કે મોરલીયા માવલડીના ડમરુ (ટાંકે) બેઠો રે.
હે મોરલીયો મીઠું મીઠું ગાય છે......

હે ટહુકા કરતો મોરલીયો તો દડવા ગામે આયો રે.
હા દડવાવાળી રાંદલ મા ને ગરબે ઘુમવા લાયો રે.
કે મોરલીયો માવલડીની ચુંદડીએ બેઠો રે.
હે મોરલીયો મીઠું મીઠું ગાય છે......